પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એમ સુણી બોલ્યો શિષ્ય, ‘શ્રીગુરૂ મહાપ્રબલ સત્સંગ;
સત્સંગ કેટલા કરે જે પણ નથી ચઢતો રંગ,
તેનું કશું કારણ હશે, મહારાજ મુજને ભાખો ?
શી પેર લાગે સંગ સજ્જન ? તે વિધિ કહિ દાખો.’
સુણ શિષ્ય પ્રતિઉત્તર કરું, બોલિયા શ્રીગુરુરાય;
‘છે ઓછપ એકેકી ઉભયમાં, ટળે કારજ થાય.
આતુર પરિક્ષિત શુદ્ધ શ્રોતા, વક્તા શુક શુચિ ગ્રામ;
ફલીભૂત સંગતિ શીઘ્ર થઇ, નૃપ મળ્યું અચ્યુત ધામ.
શ્રોતા તથા વક્તા બરોબર, મળે ત્યાં શી વાર ?
જણ ડાયાપ્રીતમ કૃષ્ણપદપંકજ, ઉભય ચિત્ત તાર.

પદ ૭૩ મું

તેં કથા સાંભળી બહુ જનજી, પણ પરિક્ષિત સરખું નહિ મનજી;
માટે ન થતું ફળ તતખેવજી, વક્તા તેના તે શુકદેવજી.
તરે તુંબિકા આશ્રિત તારેજી, અનુભવ સહુને શાસ્ત્ર પોકારજી;
વણ મો ઉર હોય રહિત વિકારજી તરે, ન તારે લીલી લાગરજી.

ઢાળ

લીલી ન તારે તુંબી ત્યમ, ન ફલે સમલ જન સંગ;
ફરી તેનું તે જ કરે સુકાર્ય, વિકાર થાતાં ભંગ.