પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આર્દ્ર વસ્ત્ર અડે અવર, ભીંજવે તે પણ વાસ;
અડ્યું વસન સૂકું શુષ્કને, ત્યાં નહિ શીતાભાસ.
મલયાદ્રીદ્રુમ ચંદન સહુ, પણ નહિ એરંડ ન વંશ;
ઉર ગ્રંથીયો તે માટે ત્યમ, સત્સંગ ફલે ન નીસ્સંશ.
શતકલ્પનીરનિમગ્ન, ઉર પાષણ આગ ન જાય;
કદી અષ્ટ યામ ઉકાળિયે, કાંગણું ન કોમળ થાય.
જ્યમ ચિત્ર કેરાં ચંદ્રથી નવ શમે તન પરિતાપ;
ત્યમ ગગનશશિથી પણ ન ઉભળે ચિત્ર ઉદધિ આપ.