પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મેલતાં દુઃખ દુઃખ રક્ષણે, હાનિ થાતાં મહાદુઃખ;
પલવાર પ્રભુ ભજવા ન પણ રહે, ચિત્ત કૃષ્ણ વિમુખ.
ભોજન વસન ચિંતા કરી, વૈષ્ણવે ન થાવું ઉદાસ;
સહુ વિશ્વે પોષે વિશ્વંભર, ક્યમ ભૂલશે નિજ દાસ?
ગિરિ શિખર દ્રુમ સિંચે હરિ, અનાયાસ અજગર પોખે;
દધિ મધ્ય શક્કરખોર ખગ, સાકર વડે સંતોખે.
જન્મતા પહેલું જનનિસ્તન પય, પ્રકટ કર્યું પ્રભુ પાસ;
ચગુણી રચ્યા પછી ચંચુ રચી, જડ જીવ નથી વિશ્વાસ.
છે અજબ ગુલમેરી ખગી, તજી આહાર રટે મુખ રામ;
જન દયાપ્રીતમ ચંચુ કરી, ચરણે ચતુર સુખધામ.

પદ ૭૬ મું

શિષ્ય વદ્યો એમ સુણી કરજોડીજી, 'સંશય મોટો નાખ્યો તોડીજી;
કામ દામ મોટા અંતરાયજી, મળવા દે નહિ મોહનરાયજી.