પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પીયે શુધ્ધ સ્વાતિ જલ બપૈયો ગગન પડતી ધાર;
સરિ સરાદિ ન સ્વાતિ સંબંધે, પીયે જ્યમ કો વાર.
વણ સ્વાતિબિન્દુ ન શીપ ગ્રહે ત્યમ સિંધુ જલ તલ્લીન;
ઉદ ઉદધિ સ્પર્શ ન ધાર યમુના, વસે યમુના મીન.
જો અમર નિજ જન પૂજતાં, હોય પ્રસન્ન ગોકુલરાય;
તો દયાપ્રીતમ ઇંદ્ર યજ્ઞ હતી ન દે શિક્ષાય.

પદ ૭૮ મું

સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી, 'પ્રભુ ! એક સંશય મારે મનજી;
અનન્ય જનને હરિ એક ભજવાજી, ઊચિત કહ્યું સુર અવર ન યજવાજી.