પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નરહરિ કૌસ્તુભમણિ છે, ઉર સદા સુંદરશ્યામ.
શ્રીવામનજી કટિમેખલા, પૃથુ પીતાંબર પ્રભુરૂપ;
શ્રીઋષભદેવજી બાજુબંધ, તણું સ્વરૂપ અનૂપ.
શ્રીવત્સલાંચ્છન કૂર્મજી છે, પાદ પલ્લવ મચ્છ;
પ્રાદેશમાત્ર વરાહજી, અવતાર શ્રીજી સ્વચ્છ.
છે દત્તાત્રયજી ચતુર્ભુજ, સનકાદિ આયુધ ચાર;
છે નૂપુર કંકણ મન્વંતર, રક્ષક પ્રભુ અવતાર.
મુદ્રિકા રૂપ મરાલ, કુંડલ કિરીટ હય શિર રૂપ;
વનમાલાનો અવતાર હરિ દયાપ્રીતમ શ્રીવ્રજભૂપ.

પદ ૮૦ મું

અસિત કુટિલ કચ નંદકુમારજી, પરશુરામ તેનો અવતારજી;
સહજ સ્નિગ્ધતા ક્રાંતિ કેશજી, ધન્વંતરીજી તેનો વેશજી.
નરનારાયણ પ્રસન્ન વદનજી, વરદ કમલ લોચન ધ્રુવ જનજી;
ચિંતાકૃતિ છે વેદવ્યાસજી, કલ્કી ઈશ્વરતાથી પ્રકાશજી.