લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અતુલિત માહાત્મય સુભાગ્ય માની, સેવીએ સહપ્રેમ.
શ્રીભાગવત શ્રી ભગવદ્ગીતા, વલ્લભીમાર્ગ ગ્રંથ;
નિત્ય પઠન શ્રવણ સ્વમાર્ગીમુખ ટેક પુષ્ટિ પંથ.
ચિંતા ન કશી પણ રાખવી, વિશ્ર્વાસ દઢ નિજસ્વામી;
મારું ભલું પ્રભુ સઘળું કરશે, ઈશ અંતર્યામી.
ભર ભરોંસે ગુરુ સંત શ્રીજી, ભજે તે વર ભક્ત;
જન દયાપ્રીતમ કૃષ્ણવલ્લભ સહજ સદા મતિ રકત.

પદ ૮૫ મું

શિષ્ય સાંભળી એ વિધિ વાણીજી, પુષ્ટ પ્રવરભક્તિ ઉર જાણીજી,
સંશય છૂટ્યા સઘળા મનનાજી, તાપ નિવર્ત્યા ત્રિવિધ તનનાજી.
વર્ત્મ વલ્લભી વહાલો લાગ્યોજી, પ્રતાપ દુસ્સંગનો ભાગ્યોજી;
નિજ પ્રભુ મળવા આતુરતા જાગીજી, સકળ કલ્પના બીજી ભાગીજી.

ઢાળ

ભાગી કલ્પના મારી સહુ, સાંભળો મુજ સ્વામી;
શુભ રીતિ પુષ્ટિપંથની, કહી આપ અંતર્યામી.
પ્રભુ સંબંધી વસ્તુ સકલ, પ્રભુરૂપ કહી છે પ્રાગ;
તદપિ કહો કંઈ માહાત્મ્ય, સુણી ઉર ઉપજે અનુરાગ.