પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જ્યમ દીપક દીપકથી હવો, સમરૂપ નિસ્સંદેહ
શ્રીકૃષ્ણ હોય કદિ રાધિકા, થઈ જાય રાધા કૃષ્ણ;
યાં કાર્ય કરણ કથન શું, પૂરણ પરસ્પર તૃષ્ણ.
"આત્મા વૈ રાધિકા પ્રોક્તા" વેદની શ્રુતિ એહ;
જન દયાપ્રીતમ કૃષ્ણ રાધા એક નિઃસંદેહ.

પદ ૮૮ મું

યુગલ રૂપનું સ્મરશ્રમવારીજી શ્રીયમુનાજી શુભકારીજી;
તુયપ્રિયા શ્રી હરિનાં કહાવેજી, સ્વભાવ સમતા કોઈ ન આવેજી.
પિયુ આદ્ય સૌને સુખરૂપજી, કોશ કૃપાના અત્ય અનૂપજી;
સ્વભાવ જીત્યાનો ન ઉપાયજી, તે જીતાવે યમુના માયજી.