પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નથી માળ તુળસીકાષ્ઠ ધરતાં, પાપ મોહિત મુગ્ધ;
તેને ન નરકથી નિવૃત્તિ, હરિકોપાગ્નિથી દગ્ધ.
જે ધરે છે યજ્ઞિપવિવત્ સતત શ્રદ્ધાવંત;
જન દયાપ્રીતમ કૃષ્ણ વલ્લભ, સદા ગુરૂ સહ સંત.

પદ ૯૧ મું

ઊર્ધ્વપુંડ્ર હીણો દુર્ગત્યજી, ભસ્મીભૂત શુભ સઘળાં કૃત્યજી;
શરીર જેનું સમ શ્મશાનજી વ્યર્થ કર્મ સંધ્યા જપ દાનજી.
ભક્તિવંત જે કો ગિરિધારીજી, ઊર્ધ્વપુંડ્રના સૌ અધિકારીજી;
બ્રાહ્મણ આદિ શ્વપચ પર્યંતજી, ઊર્ધ્વપુંડ્રાંકિત કોઈ જંતજી.

ઢાળ

જંતુ જ્યહાં મૃત્યુ પામિયો, ત્યાંથી બેસી વિમાન;
મુજ લોકમાં જઈ વસે અચલિત વિદ્યા શ્રીભગવાન.
અહો! ઊર્ધ્વપુંડ્ર કદિ, ચાંડાલ પણ જો હોય;
તે વિશુદ્ધાત્મા જાણવો, પૂજ્યજન ન સંશય કોય.
અતિ અશુચિ મહાદુરાચારી, કરે મનસ્વી કૃત્ય;
તદપિ પવિત્ર જ થાય નિત્ય ઊર્ધ્વપુંડ્રી સત્ય.