લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જન ઊર્ધ્વપુંડ્રાંક્તિ થઈને, નમે શ્રીહરિદેવ;
તો કોટિ કુલ નરકથી તેનાં, ઉદ્ધારે તતખેવ.
જે ઊર્ધ્વપુંડ્ર સછિદ્ર મધ્યે, હરિસદ્મ કહેવાય;
જો મધ્ય લેપ્યું રહે નિશ્ચે, શ્વાન કેરો પાય.
તજે ઊર્ધ્વ તિર્યગ પુંડ્ર કરતાં નિત્ય અધિકાર;
જન દયા પ્રીતમ કૃષ્ણ, બ્રહ્માંડે કહ્યું નિરધાર.

પદ ૯૨ મું

ગોપીજનનું પૂછ્યું રૂપજી, સુડતાલીશમે કહૂં અનૂપજી;
તદ્વત્ જાણી લે જે ગાયજી, અતિ વલ્લભ સંતત વ્રજરાયજી. ૧
હરિપ્રસાદનો ગૌને ગ્રાસજી, પ્રથમ પીરસવો જે હરિદાસજી;
મહાપ્રસાદ તો ત્યારે કહાવેજી, તેના ભોગી હરિને ભાવેજી. ૨

ઢાળ

તે ભાવે જન ભગવંત જે, વૈષ્ણવી દીક્ષાયુક્ત;
ચો સંપ્રદાય પ્રમાણ શ્રુતિ, શ્રીકૃષ્ણ રૂપાસક્ત. ૩