લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુણ કહું વિશિષ્ટાદ્વૈત છે, શ્રી સંપ્રદાય સિદ્ધાંત;
છે જીવ ઇશ્વર માયા ત્રણે, અનાદિ અભ્રાંત.
મધ્વનો આશય દ્વૈત, દ્વૈતાદ્વૈત નિબાદિત્ય;
વિષ્ણુસ્વામિપથ શ્રીમદ્ વલ્લભ શુદ્ધાદ્વૈત જ નિત્ય.
એ ચારે માયામતવિરોધી, પણ ઉપાસન ભેદ;
શ્રે નારાયણ ત્રિ શ્રી કૃષ્ણોપાસક પ્રામાણિક વેદ.
અદ્વૈત મત શંકર તણો, બીજા મનસ્વી બહુ પંથ;
એ સ્વલ્પ માત્રજ કહ્યું, વિસ્તારે વધે છે ગ્રંથ.
સંસ્કાર જેવો જીવ તેને, તેવો માર્ગ મિષ્ટ;
જન દયાપ્રીતમ શ્રી પુરુષોત્તમ, ધન્ય જેના ઇષ્ટ.

પદ ૯૩ મું

પાદોદક શ્રીહરિનું સારજી, સકલ તીર્થ શુચિતાગારજી;
શિર ધરિ શ્રદ્ધા જે કરી પાનજી, નહિ પવિત્ર કો તેહ સમાનજી.
કોટ્યવિધિ તીર્થ તે પાસજી, હિંસા કોટિ સદ્ય વિનાશજી;
સહુ પાતિક પ્રાયશ્ચિત પીધુંજી, કૃષ્ણ પદામૃત ધરી શિર પીધૂંજી.

ઢાળ

પીધે પદામૃત શીર્ષ ધાર્યે, શ્રદ્ધા સહ ગોપાલ;
આશૌચ ઉભયેપિ અડે નહિ પુનિત તે સહુ કાલ.