પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અશુચિ અનાચારી મહાકલિમલ તણો ભંડાર;
તે પણ શુચિ હરિપાદોદક, કરતાં સ્મરણ લગાર.
સહુ તીર્થ સરિન્મજ્જન દર્શ, કીર્તનનું ફલ પણ હોય;
શુચિ કોટિ પ્રાયશ્ચિત ન તે શુચિ , સદ્ય હરિપદ તોય.
શ્રીકૃષ્ણ સ્નાનોદકે, ભીજી મૃદાશન જે શીશ;
તે સંત જીવન્મુક્ત રૂપ, હૃદે સદા જગદીશ.
અકથિત અદ્ય સંચિત બહુ, સહુ મૂલ પ્રલય થાય;
ન અકાલ મૃત્યુ ન રોગ રુજ, હરિ અંઘ્રિઉદ પીવાય.
શિવ શિશ શ્રીગંગા અચલ તે પ્રભુ પદામૃત માટ;
જન દયાપ્રીતમ કૃષ્ણપદ પયથી તીર્થ સહુ ઘાટ.

પદ ૯૪ મું

હરિપ્રસાદનો મહામહિમાયજી, હરિ પ્રસન્ન તેણે લેવાયજી;
વસ્ત્રાભૂષણ ચંદન ભાલજી, અન્નોદક ઉચ્છિષ્ટ ગોપાલજી.
ભુક્તે તેથી માયા અળગીજી, મતિ અચળ રહે પ્રભુપદ વળગીજી;
સહસ્ત્ર કરી એકાદશી કોયજી, અશન દ્વાદશી કીધું હોયજી.