પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ જો ગોપીચંદન ભાલજી, તો નિજ પદ આપે ગોપાલજી;
ગોપીચંદન શિરભુજ ભાલેજી, લેપ્યું હૃદય પણ હોય અંતકાલેજી.

ઢાળ

અંતકાલ લેપ્યું પાપી જો, ગૌબાલઘાતી વિપ્ર;
તદપિ કહ્યું હરિ તે વસે, મમ લોક આવી ક્ષિપ્ર.
કોઈ કૃતઘ્ની સહુ પાપ કર્તા, અધમ કૃતિ નિત્ય ટેવ;
તે પણ પુનિત હોય, ગોપીચંદન સંબંધે તતખેવ.
યાવત શરીરે ગોપીચંદન, તિલક છાપ જણાય;
પ્રતિ નિમિષિ ફલ દશ ધેનુ દાન કર્યા તણું ધ્રુવ થાય.
કરે ગોપીચંદન દાન ટૂંક, કો સંતકરમાં જેહ;
કુલ એકોતેર શત તારિયાં, તેણે જ નહિ સંદેહ.
મહા પાપી મૃત્યુ પામિયો, સ્મશાન મ્લેચ્છ સમીપ.
જો ગોપીચંદન લલાટે તો, હોય મોક્ષ અધિપ.
જો ગોપીચંદન મૃદા સંતત, હોય જેને અવાસ;
ત્યાં દ્વારિકા સહ દયાપ્રીતમ, કૃષ્ણ નિત્ય નિવાસ.

પદ-૯૬ મું

સુખ દુઃખ કર્તા સઘળું કાનજી, પૂછ્યું તે કહો કથા પ્રમાણજી,
સર્વે કર્તા હરિ સમર્થજી, બીજા કર્તા કહે સહુ વ્યર્થજી.
સુખ દુઃખ મળવાનાં બહુ દ્વારજી, પ્રેરક સહુના નંદકુમારજી;
દક્ષ ન દે કોઇને ગુણ દોષજી, તેજ બાલ કય્હૌં રીઝે રોષજી.