લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

શો રોષ રીઝ શુક, યંત્ર મર્કટ, દારુ, દારા બાળ;
એ સર્વ પરવશ તેમ પરવશ, સકલ જગ ગોપાલ.
છે કર્મ કાળ સ્વભાવ ગ્રહ, મન જીવ કહેવા માત્ર;
હરિ કરે સહુ શિર લે ન એ ગુણદોષ ગ્રાહક પાત્ર.
કર્મ જડ જ્યમ લેખું વહિમાં, વાચકને આધીન;
તે જ્યમ ઇચ્છે ત્યમ કરે વિભૂ કરણી સ્થાવર દીન.
નથી કાલ પણ સ્વાધીન, હરિબલ ધ્રુવે ચાંપ્યો પાય;
વણ અવસરે વસ્તુ પ્રકટ ક્યહું, શૂન્ય સમય પણ જાય.