પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકૃતિ અટલ તે સત્ય પણ, હરિ ફેરવે બહુ જન;
તે પણ હરિ વશ ઠરી કે નહિ તે જો વિચારી મન.
ગ્રહ પણ ન કલેશાનંદ કર, દયાપ્રીતમ તેજ પ્રમાણ;
જુઓ બાંધ્યા છોડ્યા રાવણ નવ તવ રુઠ્યું ત્રુઠ્યું કોણ.

પદ-૯૭ મું

મન વિભૂતિ માનવ કેરીજી, જ્યમ ઇચ્છા ત્યમ નાખે ફેરીજી;
જડ જ્ઞાની, જ્ઞાની જડ હોયજી, શોક હર્ષદા મન પણ નોયજી.
જીવ સર્વેને ભાવે રૂડુંજી, ક્યમ થવા દે ચલણે કુડુંજી;
સુખદુઃખ પ્રભુ આપ્યું સહુ લે છે જી, ચલણ નથી માટે સહી રહે છે જી.

ઢાળ

રહે છે સહુ જ્યમ રાખે હરિ. તું તદા પૂછીશ પ્રશ્ન;
કો દુઃખી છે કો સુખી, ક્યમ ભેદ દૃષ્ટિ કૃષ્ણ.
નથી ભેદ તો ભગવંતને ભવ ખેલ રચિ નિજ જોય;
છે વિચિત્ર લીલા કૃષ્ણની ધણીનું ધણી નથી કોય.
છે મૂલ જોતાં એમજ સહુ, પછી સમાધાન અનેક;
નથી પુણ્ય પાપ પ્રભુ કશું, વિભુ વિરલ એહ વિવેક.