પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગૌ, કામ, સુરદ્રુમ, ચિંતામણિ, નહિ કૃષ્ણ નામ સમાન;
હિત અહિત સમજી નામ રીતે, એ ન દે વરદાન.
સત્સંગ કરવો પ્રયત્ને, સેવવા શ્રીવ્રજરાય;
દુઃસંગથી ત્યમ નાસવું, પછી બન્યું હરિ ઇચ્છાય.
લાવી ભરોંસો આળસી, વિસરવું ન શ્રીહરિ નામ;
ગુણ જ્ઞાન ક્ષણું ન છોડવું, દયા પ્રીતમ સુંદર શ્યામ.

પદ ૧૦૧ મું

વણ સમજ્યા ને સંશય થાયજી, હરિગુણ અચલિત ક્યમ ગવાયજી;
દેહાધ્યાસ સૌ ક્યમ કરી છૂટેજી ? બાધ કરે ત્યાં ત્યાં તો ત્રૂટેજી ?
પણ છે સમજણ એની બીજીજી, સુણ કહું જેથી રીઝે શ્રીજીજી.
પ્રભુ કરે છે સહુ મુજ રૂડુંજી, કદાપિ ન કરે નિજ જનકુડુંજી.