પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૧૦૫ મું

ગુરુ એક સંશય મારે મનજી, શ્રીહરિ સરખા ભગવદી જન્નજી;
ભજવા કહો છો દોષ ન જોવોજી, ક્યમ સંભવે સંદેહ ખોવોજી.
સંત વિષે કેમ દોષ ન હોયજી? સદોષ સાધુ ન કહાવે કોયજી;
સુણી ગુરુ બોલ્યા છે તો એવુંજી શાસ્ત્રે ભાખ્યું કહ્યું તે જેવુંજી.

ઢાળ

જેવું કહ્યું તેવું ખરું પણ, સૂક્ષ્મ સમજણ એક;
જે સમજ્યાથી સંદેહ ટળે, ઉર હોય વિમલ વિવેક.
પ્રભુ પૂર્ણ સંગી પૂર્ણ હોય, પૂર્ણપણે મદ થાય;
મધુસૂદન માધવ બિરદ છે, ગુણ દોષ સહુ થઈ જાય.
ન્યૂનતા વણ નવ દીનતા, દીનતા વણ ન કૃપાય;
ન્યૂનતા ન હોય મુજ દાસમાં, તેનો કરવો કાંઈ ઉપાય.
એમ વિચારી હરિ ભક્તમાં નિજ ઈચ્છા કૃત ધર્યો દોષ
જે જોઈ દીન બન્યા રહે, બાકી ખરા સદ્‍ગુણકોશ.
પૂછશે (પૂછીશ) એવું કર્યું ક્યહું હરિ, તે પણ કહું સુણ ગાથ;
દેવને વાનર ગોપ કરી, રાખ્યા નિકટ શ્રીનાથ.
રાખત વિબુધ રૂપે કદા તો, આવત જ અભિમાન;
સમજત ન કરુણા દયાપ્રભુ, માનવ અમે ગુણવાન.

પદ ૧૦૬ ઠ્ઠું

સદ્‍ગુણ સઘળાં જેમાં હોયજી, કૃષ્ણ વિના વલ્લભ નહિ કોયજી;
તે જનમાં કંઈ દોષ દેખાયજી, તે સમજવો હરિ ઇચ્છાયજી.