પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અલમ્ મીમાંસા વેદાંત, સાંખ્ય સુન્યાય વૈશેષિક;
સહ પાતંજલ ષટ્‍ શાસ્ત્ર, હસ્તામલક સહિત વિવેક.
ઐશ્વર્ય વીર્યં સુયશ, શ્રી છે જ્ઞાન ને વૈરાગ્ય;
આપમાં સહુ પરિપૂર્ણ, ભક્ત પ્રેમ હરિ અનુરાગ.
શ્રુતિ સ્મૃતિપુરાણ ને મહાભારત આદિ આપી પ્રમાણ;
સંશય દલિલથી કાઢિયો, મહામૂઢ અધમ અજાણ.
નથી કશું પ્રત્યુપકાર ને, કરૂં કોટિ કોટિ પ્રણામ;
જન દયાપ્રીતમ દેખાડ્યા, શ્રીકૃષ્ણ પૂરણ કામ.

પદ ૧૦૮ મું

'રસિકવલ્લભ' આ શુભ ગ્રંથજી, વર્ણન કીધો પુષ્ટિપંથજી;
પૂર્ણ કરાવ્યો ગુરુ ગોવિંદજી, દૈવી જન દેવા આનંદજી.
રસિકજનને વલ્લભ લાગેજી, સઘળા સંશય સુણતાં ભાગેજી;
કહ્યા પ્રમાણે આચરણ કરશેજી, તે વ્રજવલ્લભ પ્રભુને વરશેજી.