પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ.

વરશે હરિ ઠરશે વૃંદાવન, અચલ લીલામાંહ;
શ્રી રાધિકાવર ગોપિકા સંગ રાસ ખેલે જ્યાંહ.
સહુ પાપ મહાસંતાપ સમશે, થશે નિત્યાનંદ;
મન કર્મ વચન નિષ્કપટ ભાવે, સેવતાં ગોવિંદ.
શ્રીનર્મદાતટ ચંડિપુરી, શ્રી શેષશાયી નિવાસ;
ત્યાંનો નિવાસી કવિજન, શ્રીકૃષ્ણ કેરો દાસ.
શ્રીમંત ભટ સાઠોદરા, દ્વિજ જ્ઞાતિ નાગર વંશ;
પ્રભુરામ સુત કવિ દયાશંકર નામ, શ્રીહરિ અંશ.
શક અષ્ટાદશ ચોરાશી શ્રાવણ એકાદશી ગુરુવાર;
છે અમલ પક્ષોચ્છવ દિવસ, આ ગ્રંથનો નિરતાર.
શ્રીગોપીપતિ જન દયાનો, નિજ જાણી ઝાલ્યો હાથ,
દૃઢ પ્રેમ ભક્તિ આપની, આપો ધરોપદ નાથ.
પ્રતિપદ ચરણ દશ એવાં પદ મેં, અષ્ટોત્તર શત કીધ;
શ્રીનાથજી કરુણા કરી એ, કરજો ગ્રંથ પ્રસિધ્ધ.

સમાપ્ત.