પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૨)
પ્રાચીનકાવ્ય

જે થકી સહુ સંદેહ ટળે, સિદ્ધાંત સૂધું ભાસે;
પડે પ્રતીતિ પર્વતપ્રાયે, [નિશ્ચે] ભ્રમણ ભ્રાંતિ નાસે.[૧]
હોય પ્રગટ ભક્તિ પ્રેમ, શ્રીગિરિધર વસે ઉરમાંય;
નિજ કરી કરૂણાદૃષ્ટિ ભાળે, સહજ ઝાલે બાંય.[૨]
એવું કથન હું કરું છું, શ્રીગુરૂ કૃષ્ણપ્રતાપ;
સ્થાપન સગુણ સાકારનું, હરિ વિશ્વ કરતા આપ.[૩]
નિત્ય ધર્મ સેવક સ્વામીનો,ઐક્યતા નહીં કો કાળ;
ઈયાદિ વર્ણન કરીશ સરળ, જેમ સમજે બાળ.[૪]
ગ્રહી શાસ્ત્રમત ઇતિહાસ અદ્‌ભુત, યુક્તિસહ દૃષ્ટાંત;
જે સુણ્યેથી જન દયાપ્રીતમ, કૃષ્ણ પદ રહે ચંત. [૫]

પદ ૧ લું.

વિષે પૂછ્યું. શ્રીગુરૂ પ્રત્ય , યમ ભમતી રહે મારી અન્ય 3
કૃપા કરી તે મુજને કહિયે , રાણાગત ' નિન્દના લહિયે છ.[૬]
મેં અવલોકયા છે બહુ ગ્રંથ છે, તેથી ન ચાઅે મન એક ૫૫ ૭;
હુ છોલો દાય ન ધરશેો છ પૂછી સાયેલુ ધ ન કરો છુ. [૭]


  1. ૪ સૂધું—સીધું, પ્રતીતિ—વિશ્વાસ પર્વતપ્રાયે—પર્વત સરખી અચળ.
  2. ૫. નિજ કરી–પોતાનો કરીને કરૂણા દૃષ્ટિ(એ). સહજ ઈ૦–સહેજ બાંય ઝાલે–સહાય કરે
  3. ૬. સગુણ–દીનબંધુત્યાદિ ગુણ સહિત. સાકાર–આકાર સહિત અર્થાત્ ઈશ્વરના સગુણપણાનું તથા સાકારપણાનું સ્થાપન કરીશ. (જે) હરિ આપ–પોતે વિશ્વના કર્ત્તા છે.
  4. ૭. સેવક સ્વામીનો ઇ૦–સેવ્ય સેવક ધર્મ નિત્ય છે–અનાદિ અને અનંત છે. મતલબ કે એક સેવક અને બીજો સેવ્ય એ વિધિ અનાદિથી ચાલ્યોજ- આવે છે ઐક્યતા एकमेवाद्वितीयं ब्रह्मनेहनानास्तिकिंचन ઈત્યાદિ જીવ બ્રહ્મની એકતા પ્રતિપાદન કરી છે તે યથાર્થ નથી
  5. ૮ અદ્‌ભુત—યુક્તિ (અનુમાનાદેિ)નુ વિશેષણ ચત—મન્, દયાપ્રીતમ —દયારામના પ્રીતમ — પ્રિયતમ્ કૃષ્ણ.
  6. ૧. પ્રત્ય —પ્રત્યે. રહે—અટકે, મત્ય —મતિ. શર્ણાગત-(શરણુ+આગત) શરણે આવેલો. નિજનો —પોતાનો.
  7. ૨. અવલોક્યા–જોયા, વચળેલો ઇ૦—હું વચળેલો–ધર્મ માર્ગમાંથી ખશી ગયેલો છું માટે મારા ઉપર દોષ ન ધરશો – ન આરોપશો. પૂછી ઈ૦–મેં જે જે સાધેલુ છે તે તે કોઈને પૂછી પૂછીને સાધેલું છે. માટે મારા ઉપર ક્રોધ ન કરશો.