પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૫)
રસિકવલ્લભ


પદ ૩ જું.

ગુરુએ આપેલું વચન

સુણીને એવાં શિષ્ય વચન જી, ગુરુ બોલ્યા પ્રફુલ્લિત મન જી;
ન કરીશ ચિન્તા સુણ્ય હે તાત જી ! સર્વ સુધરશે તારી વાત જી. ૧ [૧]
સઘળા સંદે’ તારા ટળશે જી, મન નિશ્ચલ થઈ હરિપદ મળશે જી;
એહવો દીધો આશીર્વાદ જી, કહે હે બાળક ! ધરી આહ્‌લાદ જી, ૨


ઢાળ.

શિષ્યે ગુરુ સમક્ષ કરેલું યાત્રાવર્ણન

આહ્‌લાદ સહ સુત કહે, કર્યાં જે તીર્થ તે તે નામ;
મુખિ મુખિ નદી પુરી ક્ષેત્ર વાદ, ગિરિ સરાશ્રમ પ્રભુધામ. ૩ [૨]

એવું સાંભળીને શિષ્ય બોલ્યો, કરી ગુરુને પ્રણામ;
સાંભળો સ્વામિ કહું, મુને, સ્મૃતિ શ્રેષ્ઠ જે જે નામ. ૪ [૩]

મેં પ્રથમ (શ્રી) યમુના પુનિત જળ, કર્યું શુદ્ધ સ્નાન;
શ્રીગોકુળ મથુરા વૃન્દાવન ગિરિરાજ દરશ મહાન. ૫ [૪]

વન બાર ઉપવન ચોવીશ, રાવળ વરસાણું નંદગ્રામ;
ચોરાશી કોસ પરિક્રમા, વ્રજ નિરખ્યા કેશવરામ. ૬ [૫]

પછી ગયો નિમિષારણ્ય, બ્રહ્માવર્ત સૌરભક્ષેત્ર;
ત્યાંથી ગયો માયાપુરી, હરિદ્વાર પરમ પવિત્ર. ૭[૬]


  1. ૧. હે તાત ! – હે બાપ ! ( પુત્ર, શિષ્યાદિને એવી રીતે કહેવાનો ચાય છે).
  2. ૩. મુખિ મુખિ ઈ○–જે મુખ્ય મુખ્ય નદી, પુરી, ક્ષેત્ર, પર્વત, સર (સરોવર), આશ્રમ, અને પ્રભુનાં ધામ હોય તે વદ–કહે.
  3. ૪. કહું ઈ○– જે જે શ્રેષ્ઠ નામ છે તેની મને સ્મૃતિ છે, માટે હે સ્વામિ ! સાંભળો, તે હું કહું છું.
  4. ૫. પુનિત–પવિત્ર. ગિરિરાજ–ગોવર્ધન પર્વત. દરશ–દર્શન.
  5. ૬. વન ઈ○– વૃંદાવનની આસપાસ બાર વન છે અને ચોવીસ ઉપવન છે. રાવળ, વરસાણું, નંદગ્રામ, એ બધા વ્રજના ગામ છે. ચોરાશી ઈ○–વ્રજનાં તમામ મંદિરાદિ ફરી રહેતાં ચોરાશી કોસની પરિક્રમા થાય છે. વ્રજ–વ્રજમાં.
  6. ૭ નિમિષારણ્ય–નર્મદાની ઉત્તરમાં અને કુરૂક્ષેત્રની પશ્ચિમમાં જે વન આવ્યું છે તેનું નામ, (પ્રાચીન ઐતિહાસિક કોશમાં એંમ લખ્યું છે ખરૂં પણ નર્મદાની ઉત્તરના પ્રદેશથી કુરૂક્ષેત્રની પશ્ચિમનો પ્રદેશ એટલો દૂર છે કે, તેનો