પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬)
પ્રાચીનકાવ્ય



કર્યું સ્નાન શ્રીગંગાજીમાં પુજિયા પ્રભુ તત્‌ખેવ;
જ્યહાં પધાર્યા છે દયાપ્રીતમ શ્રીમદ્વલ્લભ દેવ. ૮


પદ ૪ થું.

ત્યાંથી હું હિમાલય ચઢિયો જી, શ્રી બદારિનાયક પદ પડિયો જી;
જે નારાયણ મહાધામ જી, તપ્તકુંડ ત્યાં પુરણકામ જી. ૧ [૧]
અલકનંદા ને ગંગા વ્યાસ જી, મજ્જન કીધું મન ઉલ્લાસ જી;
ત્યાંથી કેદારેશ્વર દેવ જી, ગંગોત્રી નાહ્યો તતખેવજી. ૨[૨]

ઢાળ.

તતખેવ માનસરોવરે નાહી, ગયો શ્રી કુરુક્ષેત્ર;
શ્રી સરસ્વતીમાં સ્નાન કરી, હરિ નિર્ખિયા ભરી નેત્ર. ૩[૩]
શ્રી મુક્તનાથ શ્રી હરિક્ષેત્ર ને, પુલહાશ્રમ પવિત્ર;
ગલ્લકી શાલિગ્રામ શ્રી હરિ, ભક્તજનના મિત્ર ૪ [૪]


    સંબંધ ઘટીશકતો નથી. અમને લાગે છે કુરૂક્ષેત્રની પશ્ચિમનો ગંગા કાંઠાનો પ્રદેશ તેજ નૈનિપારણ્ય છે) બ્રહ્માવર્ત–ભરતા ખંડમાંનો એક મોટો દેશ, આ દેશ, જમુનાના કાંઠાનો પ્રદેશ તથા કુરૂક્ષેત્રની મધ્યે છે. મનુસ્મૃતિમાં એ દેશ વિષે કહેછે કે, सरस्वतीदृशद्वत्योर्देवनद्योर्यदन्तरम् । तं देवनिर्मितं देशं ब्रह्मावर्तं प्रचक्षते ।। २.१७ ।। (મનુ) સૌરભક્ષેત્ર – મણિપુરની દક્ષિણમાં નારી તીર્થ ફરીને પાંચ તીર્થંનો સમુદાય છે તેનું નામ. (ભાર○ આદિ○ અ.૨૧૬-૨૧૭) માયાપુરી–હરદ્વાર, “अयोध्या मथुरा माया काशी कांची अवंतिका । पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायिका:” એ સાતમાંની એક.

  1. ૧. પદ–પગ માહાધામ–મોટા તેજવાળા. પુરણકામ–મનના મનોરથ પૂર્ણ કરે એવા. તપ્તકુંડ–ઉના પાણીના કુંડ.
  2. ૨. અલકનંદા–હિમાલયમાં એક નદી છે. વ્યાસ–બદરીકાશ્રમમાં વ્યાસે તપ કર્યું હતુ. અને તે ઉપરથી તે ‘બાદરાયણ’ નામથી પ્રસિદ્ધ થયા છે. કેદારેશ્વર–મહાદેવ છે. ગંગોત્રી–ગંગાનું મૂળ જે જગોએ છે તેને ગંગોત્રી કહે છે.
  3. ૩. માનસરાવર (માનસ સરોવર)–હિમાલયની ઉત્તરમાં એક સરોવર છે. સરસ્વતી–ગંગા યમુનાની વચ્ચે એક એ નામની નદી છે.
  4. ૪, મુક્તનાથ, શ્રીહરિક્ષેત્ર, પુલહાશ્રમ, એ તીર્થ કુરૂક્ષેત્રની આસપાસ હોવાનું લાગે છે ગલ્ય-