પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૭)
રસિકવલ્લભ


શુચિ પંચહ્રદ કૌશિકી, નદિ નદ્ય સોળ તીર્થ વસંત;
પછી પુણ્યક્ષેત્રાનંદ મુક્તા, ક્ષેત્ર છૂટે જત. ૫ [૧]
શ્રીજનકપુર શ્રીઅયોધ્યાપુરી, સ્નાન સરયૂતીર;
શુચિ સ્વર્ગદ્વારી ઘાટ જોઈને, નિરખ્યા શ્રીરઘુવીર. ૬ [૨]
ત્યાંથી ગયો હું પ્રયાગરાજ, ત્રિવેણી સંગમ સ્નાન;
શ્રી વેણીમાધવ પૂજિયા, વટ અક્ષય તીર્થ મહાન. ૭[૩]
પછી ચિત્રકૂટ પવિત્ર સ્થળ, જ્યાં વસ્યા સીતારામ;
જન દયાપ્રીતમ પૂર્ણ પુરુષોત્તમ સહૂ સુખધામ. ૮[૪]

પદ ૫ મું.

પછી શ્રીકાશીપુરીમાં જઈનેજી, શ્રીગમ્ગા ન્હાયો શિચિ થઈ નેજી;
પૂજ્યા શ્રી વિશ્વેશ્વરદેવજી, બિન્દુમાધવ કીધી સેવજી. ૧[૫]
પંચક્રોશી યાત્રા કીધીજી, પવનપૂરીને પરિક્રમા દીધીજી;
ક્ષેત્ર ગયા જઈ કીધાં શ્રાદ્ધજી, પૂર્વજ તરિયા ટળિયા બધજી. ૨[૬]


    કી–અયોધ્યાની પૂર્વમા નદી છે. એ નદીનુ મૂળ નેપાળમાં છે. એમાના શાલ- ગ્રામ નામે કાળા પાષાણ ને વિષ્ણુ કરીને પૂજે છે.

  1. પ. પવિત્ર પચહદ, કૌશિકી નદી, એને બીજા નદ મળીને એ સ્થાનમાં સોળ તીર્થ છે, તેમાં હું નહાયો એ ભાવ. પછી ઈ○—પછી પુણ્યક્ષેત્ર જે આ નંદમુક્તા તીર્થ, જે તીર્થમાં સ્નાન કરવાથી પ્રાણી મુક્ત થાય છે ત્યાં જ નહાયો.
  2. ૬. જનકપુરી–મિથિલા નગરી. સ્વર્ગદ્વારી ઈ○— સરયૂના નીરમાં પવિત્ર સ્વર્ગદ્વારી — સ્વર્ગના દ્વાર રૂપ ઘાટ જોઈને રામે આખા નગરને સરયૂમાં સ્નાન કરાવીને સ્વર્ગ સ્થાપ્યું હતું એવી કથા રામાયણમાં છે, તે સ્થળ સ્વર્ગદ્વારી ઘાટ નામે કહેવાય છે.
  3. ૭. પ્રાગરાજ–પ્રયાગ તીર્થ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી એ ત્રણ નદીઓનો સંગમ થાય છે અને ત્રિવેણી સંગમ કહે છે વેણીમાધવ–એ નામે દેવ છે. વટ–પ્રાગવડ.
  4. ૮. ચિત્રકૂટ–પ્રયાગથી દશ કોશ પર એક સામાન્ય પર્વત છે. વનવાસ સમયે રામે ત્યા નિવાસ કર્યો હતો.
  5. ૧ બિંદુમાધવ–કાશીક્ષેત્રમાં એક દેવ છે.
  6. ૨ પંચકોશી–કાશીની આસપાસ પાંચ કોસ સુધીના તીર્થ પાવનપુરી-કાશી ગયા–ગયાજી તીર્થ.