લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૧)
રસિકવલ્લભ.


પદ ૭ મું

નિર્ખ્યા હરિ તોતાદ્રી ધામ જી, શ્રીઆદિકેશવ અભિરામ જી;
મહેલકોટામાં શ્રીહરિ રૂપ જી, કુમારી કન્યા ક્ષેત્ર અનુપ જી. ૧[]
પદ્મતીર્થ પંચાપ્સર ક્ષેત્ર જી, અનંતપુર શ્રીપંકજનેત્ર જી;
પદ્મનાભજી શ્રીસહનામ જી, જનાર્દન શ્રી પૂર્ણકામ જી. ૨ []

ઢાળ

છે પૂર્ણકામ શ્રીરંગનાથજી, ચપલરાયજી નામ;
શ્રીસ્વામીકાર્ત્તિક ગોકર્ણેશ્વર પંપાસર અભિરામ. ૩[]


  1. ૧ તોતાદ્રી–તિનવલીથી ૧૦ ગાઉ પર વિષ્ણુનું ધામ છે. એ ભગવાન નિત્ય તેલથી સ્નાન કરે છે. આદિકેશવ–દક્ષિણમાં એક ધામ છે. ત્યાં શેષ ઉપર શયન કરેલી આદિ કેશવની મૂર્ત્તિ છે. પદ્મનાભથી તે ૪ ગાઉ છે અભિરામ– સુંદર—મનોહર. મેહેલકોટા—રામેશ્વરની પાસે એક તીર્થ છે. કન્યાકુમારી— એ નામના ભૂશિરમાં એ ક્ષેત્ર છે. શા માટે કન્યાકુમારી કહેવાય છે તેની કથા આ રીતે છે. પાર્વતીના પુત્ર સ્વામિકાર્ત્તિકનો સમુદ્રની કન્યા સાથે વિવાહ કર્યો હતો. પછી સ્વામિકાર્તિકે પોતાની માતાને પૂછ્યું કે, માતા ! કન્યા રૂપ ગુણમાં કેવી છે? માતાએ કહ્યું કે તે મારા જેવી રૂપ ગુણવાળી છે. તે ઉપરથી કાર્ત્તિકેય બોલ્યા કે તારા જેવા રૂપ ગુણ જગતમાં બીજા કાઈમાં નથી, તું તો આદ્વિતીય છે, અને તું કહે છે કે એ કન્યામા મારા જેવા રૂપ ગુણ છે તો તો તારૂં જ સ્વરૂપ હોવું જોઈએ. માટે હવે એ મારી માતા છે. એને હું નહિ પરણું, એ કન્યાને આ વાતની ખબર પડી તેથી તેણે પણ કહ્યું કે મારૂં ચિત્ત મેં એકવાર કાર્તિકેયને આપ્યું માટે મારાથી બીજાને પરણાય નહિ. એવી રીતે એ કન્યા કુમારી રહી તેનું ત્યાં દેવળ હે તે મૂર્ત્તિ છે.
  2. ૨ પદ્મતીર્થ–રામેશ્વરની નજીક એક તીર્થ છે. પંચાપ્સરાક્ષેત્ર–રામેશ્વર નજીક એક તીર્થની જગો છે. અનંતપુર-એજ અનંતશયન પદ્મનાભનું નગર, પંકજનેત્ર–કમળ સમાન નેત્રવળા ભગવાનનાં દર્શન કર્યા. પદ્મનાભ ઈ૦— પંકજનેત્ર, પદ્મનાભ, સહનામ, જનાર્દન, એ દેવનાં ધામ અનંતપુરમાં છે. અહીં આગળ સમુદ્ર કિનારે બ્રહ્મકુંડ નામે યજ્ઞકુંડ છે તેમાંથી ગુંદર જેવા ધૂપ કરવાના ગઠ્ઠા નીકળે છે, તેને જનાર્દનધૂપ કહે છે.
  3. ૩ છે ઈ૦— શ્રીરંગનાથજી પૂર્ણકામ છે અને તેનું નામ ચલપલરાયજી