લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૩)
રસિકવલ્લભ.

દંડકારણ્યની યાત્રા કરી પછી સૂર્યતનયા સ્નાન;
જન દયાપ્રીતમપ્રિયાભગિની તીર્થ પરમ મહાન. ૮ []


પદ ૮ મું


નદી પયોષ્ણી મજ્જન કીધુંજી, રેવાસાગર નાહિ પય પીધુંજી;
પર્શુરામ લોટેશ્વર તીર્થજી, ભૃગુક્ષેત્ર ન્હાયો શુભ અર્થજી. ૧[]
યજ્ઞ કર્યા જ્યાં બડભાગીજી, શ્રીવામનજી ભીક્ષા માગીજી;
શુક્લતીર્થ ઈશ્વર ૐકારજી, રેવોસિંગ માહાત્મ્ય અપારજી. ૨[]

ઢાળ

છે અપાર મહિમા ચંડિપુરિ શ્રીશેષશાયિભગવાન
શ્રી વ્યાસક્ષેત્ર શુકાશ્રમ શૂભાદક્ષેત્ર મહાન. ૩[]
ૐકારનાથજી નિરખિયા નર્મદા નિર્મળ સ્નાન;
મહિષ્મતીપુરિ પરમ પાવન શાસ્ત્રમાં એમ જ્ઞાન. ૪ []


  1. ૮. દંડકારણ્ય–વિંધ્યાચળ અને શૈવલકપર્વતની મધ્યનો પ્રદેશ દંડક નામે રાજાનો એ પ્રદેશ હતો માટે દંડકારણ્ય. સૂર્યંતનયા–તાપી. દયાપ્રિતમ પ્રિયા ભગિની—યમુના એ કૃષ્ણની પ્રિયા છે અને સૂર્યની પુત્રી છે; તાપી પણ સૂર્યપુત્રી કહેવાયછે માટે યમુનાની બેન છે.
  2. ૧ પયોષ્ણી—એક નદી. રેવાસાગર–રેવા અને સાગરનો જ્યાં સંગમ થાય છે તે સ્થળ. પરશુરામ અને લોટેશવર એ તીર્થ રેવાસાગર સંગમથી ઉત્તર કાંઠા-પર છે. ભૃગુક્ષેત્ર–ભરૂચ.
  3. ૨ યજ્ઞ ઇ૦– જ્યાં બડભાગી (મોટા ભાગ્યવાળા બળિ રાજાએ યજ્ઞ કર્યા હતા અને વામનજીએ તેની પાસે ભિક્ષા માગી હતી તે એ ક્ષેત્ર (દશાશ્વમેધ-ભરૂચ). શુક્લતીર્થ–નર્મદાને કાંઠે ભરૂચથી સાત ગાઉપર તીર્થનું ગામ છે. ઈશ્વર—મહાદેવ. ત્યાં ઓંકારેશ્વર મહાદેવ છે. રેવોરી સંગમ–રૈવૌર (રેવા+ઓર) સંગમ, કરનાળી પાસે.
  4. ૩. ચંડીપુરી–ચાણોદ. ત્યાં શ્રીશેષશાયી ભગવાનની મૂર્ત્તિ છે. વ્યાસક્ષેત્ર અને શુકાશ્રમ–નર્મદાના બે કાંઠાપર સામસામી આવેલા છે. ચાનોદથી આશરે ત્રણ ગાઉ. શૂલભેદ–શૂલપાણેશ્વર.
  5. ૪. ઓંકારનાથ–નર્મદા કાંઠા ઉપરના મહાદેવ. માહિષ્મતી–નર્મદા કાંઠા ઉપર તેના મૂળ તરફ જતા એક નગરી છે. પ્રસિદ્ધ મંદનમિશ્ર જેણે શંકર સાથે વાદ કર્યો હતો તે એ નગરમાં રહેતો હતો.