પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૧૪)
પ્રાચીનકાવ્ય

પુરી અવંતી મા’કાલેશ્વર ક્ષિપ્રાતીર્થ પાવન;
શ્રીદ્વારિકાપુરી પછી ગયો જ્યહાં સદા જગજીવન.[૧]
ગોમતીસાગર ચક્રતીર્થે, કર્યું સ્નેહે સ્નાન;
પછી શંખોદ્ધાર બેટે નિર્ખિયા, કૃષ્ણ શ્રીભગવાન.[૨]
શ્રીત્રિકમ માધવ પુરૂષોત્તમ, નિર્ખિયા કુંવર કલ્યાણ,
રુકિમણી રાધા જાંબવતી સત્યભામાદિ, પ્રભુપ્રાણ.[૩]
વિધિવત્ કરી સહુ નારાયણસર, તીર્થ અતિ ઉત્કર્ષ;
પછી પિંડતારક પ્રભાસ ન્હાયો, સુદામાપુરી દર્શ. [૪]
કૂપદામોદર ગિરિનાર યાત્રા, જીર્ણગઢ જ્યાં ગ્રામ;
જન દયાપ્રીતમ ભક્ત સ્થળ, નૃસિંહ મેહેતો નામ.[૫]

પદ ૯ મું.

સોરઠ સોમેશ્વર સુર સેવા જી, નાગેશ્વર ધુષ્મેશ્વર દેવા જી;
અરબુદાચળ અતિજ પ્રલંબા જી, આરાસુરમાં દેવી અંબાજી. [૬]


  1. ૫. અવંતી–ઉજ્જયિની મા કાળેશ્વરસાકાળેશ્વર ક્ષિપ્રા નદી અને મહાકાળેશ્વર મહાદેવ એ અવંતીમાં છે.
  2. ૬ ગોમતીસાગર–એ બેનો સંગમ ત્યાં ચક્રતીર્થ છે. જેમાં ગોમતી ચક્ર થાય છે. શંખોદ્ધાર બેટ–દ્વારકાપામેનો બેટ.
  3. ૭ શ્રીત્રિકમ ઇ૦–ત્રિકમજી, માધવજી, પુરૂષોત્તમજી, કુંવર કલ્યાણ, રૂકિમણી, રાધા, જાંબવતી સત્યભામા, એ સર્વના મંદિર બેટમા છે.
  4. ૮ કરી—જાત્રાકરી નારાયણસર—કચ્છમાં છે પિડતારક — દ્વારકાથી ગુરગટ ગયા પછી ત્રણ ગાઉં પર એક કુંડ છે, તેમના બેલા પિંડ તરે છે પ્રભાસ—કાઠિયાડમા સમુદ્ર કાંઠાપર તીર્થ છે. સુદામાપુરી—પોરબંદર
  5. ૯ ફૂપદમોદર—દામોદરકુંડ ગિરનારપર્વત ઉપર છે. જીર્ણગઢ જૂનાગઢ ભક્તસ્થળ ઈ૦—નરસિંહ મેહેતા નામના ભક્તનું સ્થળ.
  6. ૧ સોમેશ્વર–સોરઠી સોમનાથ સુર ઈ૦—એ દેવની સેવાકરી નાગેશ્વર— ધુષ્મેશ્વર-એ સોરઠમઠ મહાદેવના તીર્થ છે. અરબુદાચળા-આરાસુરની પાસે પહાડ છે (પાહાડ)