પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

શિષ્ય વદ્યો એમ સુણિ શિર નામીજી, પ્રથમ જ એ પૂછું છું સ્વામીજી,
કહો ક્યમ આત્યંતિક કલ્યાણજી, નિગમાગમમાં જે પ્રમાણજી.

ઢાળ

પ્રમાણ નિગમાગમ વિષે, જે પામી પડવું નહિ ક્દા;
પદ પ્રાપ્ત તે ક્યમ થાય, છૂટી જન્મમરણની આપદા.
સુણી એહવું બોલ્યા શ્રીગુરુ, તે સુંદર પૂછ્યું પ્રશ્ન;
તે સકલ સિદ્ધિ થાય પૂજ્યે પરમેશ્વર તજી તૃષ્ણ.
એહવું સુણી બોલ્યો શિષ્ય કો પ્રભુ ! પરમેશ્વર કોણ ?
નિજમત્યે કહે સહુ જૂજુવા ક્યમ લહિયે આજ પ્રમાણ.
કોઈ વિષ્ણુ કહે શિવ શક્તિ કો ગણપતિ કોઈ દિનેશ;
ઈત્યાદિ બહુ ઋષિ મત સુણ્યા કહો કેટલા પરમેશ ?
હે બાળ તું મોહજાળ ભ્રમ્ય મા પરમેશ્વર તો એક;
પણ સમજ વણ સંશય રહે તુંને નથી પક્વવિવેક.
એક યુક્તિથી સમજાવું બહુ પરમેશ કહે જડ એમ;
પણ દયાપ્રીતમ કૃષ્ણ છે. સર્વેશ તજ્ય મન વહેમ.

પદ ૧૧મું

એક સદનમાં જન દશ બારજી, જેહના કહ્યામાં તે સિરદારજી;
સદનાધિપ એહવા જ્યમ અત્યજી, જ્ઞાત્યધિપ તેહનો અધીપત્યજી.