પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જ્ઞાત્યધિપ એહવાનું જૂથજી, તેનો પરમેશ્વર પૂર ભૂપજી;
ભૂપ ઘણા એહવા પરમાણોજી, દેશપતિ તેહનો પ્રભુ જાણોજી.


ઢાળ


જેમ જાણો પ્રભુ તેહનો વળી તેહવાનું વૃંદ;
તેહનો સ્વામી મુલકતણો અધિપ, પહેલી પડી પ્રભુતા મંદ.
બહુ મુલક પતિ ઘણી ખંડપતિ, નવખંડ પતિ પતિદ્વીપ;
શત દ્વિપના પતિ તદ્દશિરે નૃપ ચક્રવર્તી અધિપ.
તેહવાનો ઈશ્વર ઇન્દ્ર એમ ઐશ્વર્ય ક્રમ ક્રમ જ્યેષ્ટિ;
સુરનાથ અનલાનીલ યમ વરુણાદિ પ્રભુ પરમેષ્ટી.
વિધિ શિવશિવા વિઘ્નેશ રવિ પ્રભૃતિ પરિવૃઢ શેષ;
શ્રીશેષ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન વારુદેવ દેવ રમેશ.
શ્રીમન્નારાયણ વિશ્વરૂપ સમાન અક્ષરબ્રહ્મ;
તેહેમના પણ પ્રભુ પરમ કારણ પૂર્ણ પુરુષોત્તમ.
જેહની ન કોઈ બરાબરી, તો અધિક ક્યહાં થકી હોય ?
જન દયાપ્રીતમ તે જ પરમેશ્વર ન બીજો કોય.