પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૧૨ મું

આદ્ય સ્વયંભુ આત્મારામજી, મુળ પુરૂષ જે પૂરણકામજી;
પ્રધાનપુરૂષેશ્વર પરબ્રહ્મજી, નેતિ નેતિ કહે નિગમજી.
પર અક્ષરથી ત્રિગુણાતીતજી, ગમ્ય ન મન ગો અકળ અજીતજી;
જે થકી કંપે માયા કાળજી, એવું અખિલનું રૂપ રસાળજી.

ઢાળ

જે રસાળ, નિત્ય, નવીન, મોહન, આનંદમય બહુ સંગ;
નટવર લલિતત્રિભંગ છબી, પર વારુ અનંત અનંગ.