પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રતિરોમ જે મહાપુરૂષ બ્રહ્મ બ્રહ્માંડ કોટિ અનંત;
તે વામ પદમાં બિન્દુરૂપે વસે રાધાકાંત.
પરમાત્મ ધર્મ્યે કરી જે સર્વના અંતર્યામી;
શ્રીનારાયણ ભગવાન ધર્મ્યે સકળ કેરા સ્વામી.
આકૃતિ શિશુ ને કુમાર વ્રજ, પૌંગંડ નંદકુમાર;
છે ધર્મી નિત્ય કિશોર કેશવ, રાધિકા ઉર હાર.
નિત્ય નવલ યશ બે સહસ્ત્ર રચના, શેષ જેના ગાય છે;
શિવશિશ પાવન અચલ પદ પય, વહનકરી સુખી થાય છે.
જે મુળ પ્રકૃતિ મહામાયા, જે પુરુષની કીંકરી;
તે દયાપ્રીતમ અખિલ ઈશ્વર ગોપીજનવલ્લભ હરી.

પદ ૧૩ મું

જેહને નામે શુચિ ગણ રાયજી, જેહના જપથી આદ્ય પૂજાયજી;
જેહના ભયથી સૂર્ય ભમે છે જી, હરિ મુકાવે સહુ દમે છે જી.
શશિ અર્કાગ્નિ તેજ જેહનુંજી, તે ક્યમ પામે સમપણું તેહનુંજી;
જેહની મરજીસમ સહુ ચાલેજી, અધિકું ઓછું પત્ર ન હાલેજી.