પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

હાલે ન દલ ઓછું અધિક, તો બીજું કાંઈ ક્યમ થાય ?
છે વાયુ બળિયો અતિ ઘણો, પણ રુચિ પ્રમાણે વાય.
જઠરાગ્નિ બાળે આહાર માત્ર ન દહે ક્યમ પળ ચર્મ;
પણ થરથરે તે થકી બાકી, સહુ દહ્યાનો ધર્મ.
જળ અડ્યે અગ્નિ ના બચે, છે સદા સઘળે રીત્ય;
દધિ દુઃખદ વડવાનલ ન બુજવી, શકે જે પ્રભુ ભિત્ય.
મરનાર બે એક ગ્રહ તુરત ઈક એક પછી પલ પાંચ;
સંગે જવાય ના લેઈ ઉભય તે મહાપુરુષની આંચ.
જે સમય ધનવૃષ્ટિ જ્યહાં, જેટલી હરિરુચિ હોય;
તે પ્રમાણે સુરપતિ કરે, ન કરે ક્દા તો રોય.
સહુ જગતને ભય કાળનો, કાળને ભય ભગવંત;
જન દયાપ્રીતમ તે જ નિર્ભય, એક બીજા સંત.

પદ ૧૪ મું

સુત તેં પરમેશ્વર જે ભાંખ્યાજી, તે સહુને ભયથી હરિયે રાખ્યાજી;
વૃકને વર આપી શિવ કંપ્યાજી, હરિ અરિ બાળ્યો ત્યારે જંપ્યાજી.
ત્રિપુર જાલંધર નવ જીતાયાજી, હરિ પત્ય રાખી રચીને માયાજી;
વળી બળિસુતપક્ષે હર આવ્યાજી, હારી સુતા હરિથી ન ફાવ્યાજી.