પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઢાળ


ફાવ્યા ન સ્તુતિ કરી કૃષ્ણની; કહ્યું: નાથ, હું તવ દાસ;
પતિ રતિ સમય સતી શ્યામ સમરયા, હરિ હાર્યા-મહાત્રાસ.
ખલ મધુકૈટભ શંખાસુર હણી, હરિ હણ્યો વિધિતાપ;
સનકાદિક પ્રશ્નોતર કર્યો, યશ બ્રહ્મા વાહન આપ.
ગજવદન અગણિત બ્રહ્મહત્યા, કરી થયા ભયભીત;
હરિ દયા કરી નિજ નામ આપી હરિ પીડ્ય અમીત.
રાવણ સદન ખર ચારતા. વહ્યું હતું પદ વિઘ્નેશ;
પંચાંગ ધાતા વાંચતા, દીપિકા ચન્દ્ર દિનેશ.
શક્રાદિ સહુ સુર આજ્ઞાઆધીન રહેતા સાધી ટહેલ;
નવ ગ્રહ પનોતી બંધિખાને, દશાનનને મહેલ.
તે સર્વનો ભય હરિ હણ્યો, હતી દુષ્ટ નિજ બર્દ જોઇ;
તે દયાપ્રીતમ કૃષ્ણ સમ, જડ ક્યમ આવે કોઇ ?


પદ ૧૫ મું

અકળ અજિત શ્રીહરિની માયાજી, એક હરિ પાખ્યે સર્વ વહવાયાજી;
શ્રીમહાલક્ષ્મી નિજ અર્ધાંગજી, ભય-ધરી નાઠાં લખી નરસિંગજી.
હલધર ભૂલ્યા તાળી ગણતાંજી, દાખી લીલા ન બને ભણતાંજી;
એકદા ઉપન્યો ગર્વ અનંતજી, મુજ વણ ચાલે નહિ ભગવંતજી.