પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ


ભગવંત મુજ વણ પોઢે કયહાં ઉર વશ્યું સદ્ય પ્રભુ જાણિયું;
ઉડ્યા મહદાકાશકલ્પ અગણિત ભ્રમણ વખાણિયું.
પછી જાણ્યું આ ફળ ગર્વનું. ભૂમિ પડ્યા શેષાચળ થઈ;
અદ્યાપિ જે પર્વત વિરાજે, શ્રીવ્યંકટેશ કૃપામયી.
શિવ છળાયા મોહનિરૂપે ન રહ્યું જ્ઞાન વિવેક;
દ્વારિકા વૈભવ લખી રૂષિ ચળ્યા વળી એમ વાર અનેક.
શ્રીરામરુદન વિલોકી અંબા મોહ પામ્યા સત્ય;
ધર્યું રૂપ સીતા ઓળખ્યાં, હરિ લજ્યા લાગી અત્ય.
સુર અસુર મળી સાગર મથ્યો વિઘ્નેશ મંદર બોળ્યો;
મદ હરિ હર્યો ફીકા પડ્યા ધરી કૂકર્મ તનુ તટ તોળ્યો.
મળ માસમાં સહુ સૂર્યે કહ્યું અમો નકીશું નહિ કોઈ;
રવિ થઈ તપ્યા હરિ દયાપ્રીતમ સહુ રહ્યા તવ જોઈ.

પદ ૧૬ મું


પ્રકટાવ્યા પ્રાર્થના કરીનેજી, તે જ ગયા ધાતા વત્સ હરિનેજી;
વ્રજવાસવ દુઃખ દીઠું અપારજી, તદપિ ન દ્રૂમ આપ્યું વણ પ્રહારજી.
પત્યાદિક સંસાર સમસ્તજી, હરિ માયા આગળ બળ અસ્તજી;
હરિ સંબંધ લહે સહુ સેવાજી, દૂર થયે ઘઉં કંકર જેવાજી.