પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તે નારકીશ સદા મહામુનિ, પદ્મપુરાણે ઉચ્ચરે.
મતિ શિલા હરિ અર્ચ્યા ગુરુ, નરજાતિ મતિ છે સંતમાં;
પદ તીર્થપાવન વિષ્ણુવૈષ્ણવ, અધમ ઉદકમતિ ચંતમાં.
હરિ નામ મંત્ર મહાકલુષહર, ત્યહાં ધી શબ્દ સમાનની;
તે પતિત પશુ મતિ ગાય દ્રુમ તુલસી પ્રિયે ભગવાનની.
મુખદ્વાર ઇન્દ્રિ તૃપ્તિ સહુ, તરુ તૃપ્તિ જ્યમ જડિપોષ;
ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ પૂજે, પામ્યે સહુ સંતોષ.

પદ ૨૦ મું

તજિ સુંદર શ્રીહરિની સેવાજી, કરે ઉપાસન દેવી દેવાજી;
તે જ્યમ તરશ્યો ગંગ અનુપજી, તજિને તીરે ખોદે કૂપજી.
સુર પૂજે મૂકી જગદીશજી, તજિ કામદુધા દુહે મહિષજી;
કહે નિગમાગમ એ ફરિ ફરિનેજી, ભજો સદા સ્હૌ એક હરિનેજી.