પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મહી મંડળ, નવ ખંડાદિ, રચના રમત માત્રમાં કીધી;
જુગ પ્રકારે રચિ સૃષ્ટિ, કરવા નિજપર પ્રસિદ્ધિ.
એક દૈવી બીજી આસુરી ઉપજાવિ આપોઆપ;
જન દયા પ્રીતમ, સકળ શક્તિ પતિ અતુલ પ્રતાપ.

પદ ૨૫ મું

ભક્તિ સુંદરી માયા દાસીજી, બધે પ્રકટ કરી કુંજવિલાસીજી;
નખશિખ સુભગા ભક્તિ જેહજી, અતિ પ્યારી લાગી પ્રભુ તેહજી.
પડી અક્ષરપર કૃપા-કટાક્ષજી, સત્ત્વ ઉપન્યા લક્ષો લક્ષજી;
થયા ભક્તિમાં લીન સુભાગીજી, વૈષ્ણવ ગુણવંતા હરિરાગીજી.

ઢાળ

અનુરાગી કેવળ કૃષ્ણમાં સર્વદા કૃષ્ણાધીન;
જે બીજિ કટાક્ષે ઉપના, તે માયામાં લીન,
તે આસુરી સહુ કર્મજડ હરિજન ધર્મવિમુખ;
તે કરે ઉપાસન અવરનાં, જેમાં સદા દુઃખ.