લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

એહવા જ મૂળે જીવ તે, કો કાળ નહિ કલ્યાણ;
કહ્યું 'મૂઢ જન્મનિ જન્મનિ' શ્રીગીતામાંહે પ્રમાણ.
તેહવાને અતિ બહિર્મુખ શિવ કર્યા હરિરુચિ જોઈ;
મૂળ મર્કટને મદ્ય પાયો, કહે શાણા કોઈ.
એ કથા પદ્મપુરાણમાં, વિસ્તાર છે અથ ઇતિ;
તે અંશ માત્ર લખ્યો, વધે બહુ ગ્રંથ તે મન ભીતિ.
તે માટ્ય હરિના હોય તે જ, સદા ભજે હરિરાય;
જન દયાપ્રીતમ કૃષ્ણવણ, તે ચિત્ત કહ્યું નવ જાય.

પદ ૨૬ મું

શ્રીગિરિધરના ભક્ત સુહાગીજી, પ્રેમ રસ ભક્તિતણા વિભાગીજી;
એ સરજા છે હરિરસ પીવાજી અણઅધિકારિ ન ઉતરે ગ્રીવાજી.
મરાલ મન મત્સ્યે નવ જાયેજી, બક મુક્તાફળ નવ ખવાયજી;
દીપક જીવે પાને સ્નેહજી, મક્ષિ તજે તે અડતાં દેહજી.

ઢાળ

એમ દેહ છૂટે ખરતણો જો કદિ સાકર ખવાય;
તે આહાર સક્કરખોર ખગ, મિસરી વિના ન જિવાય.