પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સિંહણે પય જ્યમ જેરવે, સિંહેણના જે બાળ;
વણ કંચનપાત્ર ટકે ના ક્યહું, ફોડી નિસરે તત્કાળ.
ઉદરે ટકે રસ સોમવલ્લી, શુદ્ધ કુળ જો વિપ્ર;
હોય વિકારી તો વમન કરી, કાઢે જે તે રસ ક્ષિપ્ર.
જ્યમ ક્ષાર જલનું મત્સ્ય, મીઠે જળે પામે મીચ,
જ્યમ કીટ વિષનો મરે ખાંડ, એ જ રીતિ નીચ.
મહામિષ્ટ ભોજન કટુ લાગે, જેહને તન જ્વર હોય;
ઊંટ ભક્ષક કંટકતણો કુંપળ, આમ્ર ખાય ન કોય.
ભગવદી જન ભગવંત ભજવા નિત્ય નવલા કોડ;
જન દયાપ્રીતમ પ્રભાકર, દેખે ન આસુરી ધોડ.

પદ ૨૭ મું

સુણી એમ બોલ્યો શિષ્ય વચનજી, સુણી પ્રતિઉત્તર ઉકળ્યું મનજી;
'સત્ય કહો છો સકળ પ્રપંચજી, સહુ હરિકારજ વ્યર્થ નરંચજી.
બ્રહ્મ સગુણ કહો છો સાકારજી, જીવ બ્રહ્મના અંશ અપારજી;
જીવ અજાના ઈશ્વર સ્વામીજી, જીવ અણુ પ્રભુ સહુ ગુણ ધામીજી.