પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

છે ધામી અક્ષર ધામના, સેવવા સતત તેહ;
અચલિત સેવક સ્વામી નાતું, સંભવે ક્યમ એહ ?
જળતરંગ ભેદ નહિજ, કંચન કુંડળ ભેદ ન હોય;
મૃતિકા ઘટમાં ભેદ શ્યો ? જડ તે જ જૂદાં જોય
નિર્લેપ બ્રહ્મ અખંડ સતત, ત્યહાં ન ભેદ ત્રિકાળ;
કહે ભેદ વેદ વૃથા જ, કહે કો સત્ય સમજો બાળ.'
એમ સુણી બોલ્યા શ્રીગુરુ, 'તું સુણી કહે છે વાત;
પણ અંતરમાં સમજણ નથી, આ મલિન આ અવદાત
એક દ્રવ્ય કેરી અવસ્થા સુણ્ય, વિવિધ ભાત્યની થાય;
તે માટ્ય નિશ્ચેય કાર્ય કારણ વસ્તુ બે કહેવાય.