લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

છે ભેદ નામાકારથી, વળી ક્રિયાથી પણ હોય,
જે મૃદાથી આવે નહિ, તે ઘટે આવે તોય.

પદ ૨૮ મું

લહેરી, કુંડળ ને વળી કલશજી, જળ, કંચન, ભોમીથી દરશજી;
સમીર, સોની, કુલાલ, પાખેથી, ભેદ ન ઉપજે નિરખ્યો આંખેજી.
વણ ત્રય હેતુ કારજ ન હોયજી, શ્રુતિ સ્મૃતિ બોલે સહુ કોયજી;
ઉપાદાન ઘટ મૃતિકા લહિયેજી, નિમિત્ત કારણ કુલાલ કહિયેજી.

ઢાળ

કહિયે વળી સમવાયિ કારણ, વિવર ચક્ર ને દંડ;
એ ત્રણ કારણ થકી, સમજી લે રચ્યું બ્રહ્માંડ.