પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જો નિર્ગુણ નિરાકાર વણ, બિજું ન હોય જ કોય;
તો તૂંજ ક્હે, આ સૃષ્ટિ જ શી રીતે અભેદ હોય ?'
સુણી શિષ્ય બોલ્યો 'સાંભળો, મહારાજ ક્હો છો જ્યમ;
હું કદાપિ હા કહું પણ, એમ વાદી મને કયમ ?
તે એમ ક્હે છે સાંભળો, કોઈ કાચમંદિર માંહે;
જન ગયો એક અનેક રૂપે, થયો પોતે ત્યાંહે.
નિજ છાયા દર્પણે દેખી, માને અવર ઠામેઠામ;
ભૂલો પડે પ્રતિબિંબ નીરખી, આપણું જ અભિરામ.
ત્યાં દષ્ટાદષ્ય નથી અવર, સુષ્ટા ન સુષ્ટિ કોય;
દયાપ્રીતમ બ્રહ્મ તે એક, વાદી ક્હે સહુ હોય.