પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૨૯ મું

જળભરિ ધરિયે કોટિક કલશજી, તેટલા રવિ તેહેમાં હોય દરશજી;
ત્યમ સંયોગે કરીને માયજી, રૂપ બ્રહ્મનાં ઘણાં જણાયજી.'
એમ સુણી વદ્યા શ્રીગુરૂ વાણીજી, 'મેં મતિ અતિ જડ જાણીજી;
સુણી તારી વાતો હાંસી આવેજી, વદતો અસંભવ લાજ અ આવેજી.'

ઢાળ

'તું લાવતો નથી લાજ મન જે, ખોટું સંભવશે કહીં;
(જો) તારા મનમાં બ્રહ્મને તો, રૂપ મૂળગું છે નહિ.
વળી દર્પણ સ્થાને માયા કહી તે, માયા કપટનું નામ;
તે કપટમાં ક્યહાં અમલતા ગણો, આદર્શ કેરે ઠામ.
પ્રતિબિંબ ન પડે રૂપવણ, નિર્મલ્લી વસ્તુ પાખ્ય;
પવનનું પ્રતિબિંબ કષ્ટમાં, ક્યહું પડ્યું દીઠું ભાખ્ય ?
વળી તું અભેદ કહે, જ્યહાં ત્યહાં ભેદ ભાસે સત્ય.
જો તું જ તારા કહ્યાથી બંધાય છે, વણ મત્ય.
એક કાચ, બીજો નર ગણે, વળી છાયા તેની ત્રીજી;
કોઈ અજ્ઞ ચોથો મળ્યો, સંગે ભ્રમણમાં મતિ ભીજી.
અવયવ વિના છાયા ન સંભવ દયાપ્રીત્તમ રંચ;
સમજે ન જડ તું પણ, બને નહિ યુગલ વણ પ્રપંચ.