લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પણ જગત કહો છો સત્ય ક્યમ શ્રીમુખે ફરી આપ?
જે દેખતાં મટી જાય છે, જ્યમ દોરડીનો સાપ.
જ્યમ રૂપું માને છીપ દેખી, પણ ન રૂપું થાય;
જો સત્ય રૂપું હોય તો ક્યમ ઘરેણું ન ઘડાય.
જ્યમ મરીચિકા જળ જોઈ મૃગગણ મતિવના અથડાય;
ત્યહાં ન કિંચિત્ તોય, ધાઈ ધાઈ શમિત થઈ પસ્તાય.
એમ બ્રહ્મમાં અજ્ઞાનથી; જગતની ભ્રાંતિ હોય;
છે બ્રહ્મ સત સદા જ તેથી, જગત સત્ય ન કોય.
ગુરુ એમ બહુધા સુણી મેં વિવર્તવાદની રીતિ;
જનદયા પ્રીતમ દૃઢ અભેદની તે થકી જ પ્રતીતિ.

પદ ૩૩મું

રે જડ ! તુજને નથી કાંઈ જ્ઞાનજી, મિથ્યા પંડિતનું અભિમાનજી;
જૂથી જુગતી ગ્રહી ઇતિહાસહી, જીવને નાખે ભ્રમની ફાંસજી.
વામ્કીચૂકી સર્પની ભાતેજી, જોઇ જે પડી કોઈ એક રાતેજી;
સાચા કેરી વિના સજાતિજી, ભ્રમ નવ હોયજ ચોયુગ ખ્યાતિજી.