પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જડ દુરાગ્રહ અલગો કરે તો, સાચું તે સમજાય.
સાવયવને વિવર્ત હોય, નહિ નિરવયવને કોય;
સાચી જ વસ્તુ માંહે સાચો, તોય તેહને હોય.
નિરરૂપ બ્રહ્મ દયાપ્રીતમ વણ, અવર હોય ન વસ્ત;
તો તેહને મન દૃષ્ટાંત કેરું, કથન પામે અસ્ત.

પદ ૩૪ મું

જો ભવ જૂઠો નિસમ્દેહજી, તો આ જૂઠો ઠરીયો દેહજી;
તદા દેહની કૃતિ પણ જૂઠીજી, સાધન જૂઠે ગયું ફળ ઉઠીજી.
વિના શરીર ન હોય જ્ઞાનજી, તે જૂઠે શોઇ મોક્ષ મહાનજી;
પ્રાપ્તિ સ્વપ્નમાં થઈ હોય ગર્થજી, જાગે ના સરે તેથી અર્થજી.

ઢાળ

નિજ અર્થ સાચો સરે જે થકી, મળે પદ મહા મોહોટું.
તે તણું હેતુ શરીર સુંદર, ક્યમ કહીયે ખોટું?
હરિ વસ્તુમાં મમતાપણું, તેટલું મિથ્યાજાણ;
વસ્તુનો નાશ નથી કદા તુંસત્ય કરી પરમાણ,