આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
જે વસ્તુ પોતાની લહી, તે નાશ પામે રોય,
માહારાપણું મિથ્યા ઠર્યું, વસ્તુ તો જ્યહાં ત્યહાં હોય. ૫
તું કહેશ પરિણામ મૃષા, તે મંદ તાહરી મત્ય;
સંસાર સૂક્ષ્મબીજ રૂપે, સદા હરિમાં સત્ય. ૬
જ્યમ વૃષા વીતે અભ્ર અંતરધ્યાન હોય સહુ જોય;
ક્યહું હતો નહિ તો સ્મય આવી કોણ વરસ્યું તોય. ૭
ભવલીલા છે ભગવંતની, સંશય ન ભગવદ્ સ્વરૂપ;
છે કારાણ સાચું દયાપ્રીતમ કાર્ય પણ તદ્રૂપ. ૮
પદ ૩૫ મું
નામ રૂપ ને ગુણ કરી ભેદજી, સકળ રૂપ શ્રીહરિ કહે વેદજી;
વિચિત્ર લીલા રચી સમર્થેજી; રમણ પોતાને કરવા અર્થેજી. ૧
સકળ સદૃશ તું લે હરિ જોઈજી, હરિ સદૃશતા ન મળે કોઈજી;
આદ્ય તે એકા રહે હરિ જેહજી, મધ્યે બાહ્ય રૂપે પણ તેહજી. ૨