પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

તેહ જ સકલા સર્વત્ર કારણ, કાર્ય ભેદ અભેદ;
તું નામ રૂપ વિનાશ કહે છે, તે વૃથા કહેછે વેદ.
પોતે જ રચના રૂપ હરિ , પોતે જ જાય અનૂપ;
ચિત્ત શુદ્ધથી નિરખતાં, ભાસે વિલાસ છે તદ્રૂપ.
સુણી એમ બોલ્યા શિષ્ય, ગુરુ મુજ સંદેહ ઉપનો એક;
સર્વત્ર હરિ તો શ્રેય ક્યમ નહિ, જ્યહાં ત્યાહાં કરતાં સ્નેહ.
કરી શ્રવણ ગુરુ બોલિયા, તુંને સંશય ઉપનો સત્ય;
પણ શ્રવણ કર્ય શંકા ટળે, નિશ્ચલિત રાખી મત્ય.
ભૌતિક આધ્યાત્મિક ને, આધિદૈવિક હરિ ત્રિરૂપ;
જ્યમ ગંગાવારી તીર્થ દેવી, ક્રમ વિવેક અનૂપ.
એક રૂપ ત્રણે સુરસરી, વ્યવહાર જુદો જ્યંમ;
જળ જક્ત તીર્થ અંતર્યામી, દૈવી પુરુષોત્તમ.