આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પદ ૩૬ મું
નિરાવર્ણ અગ્નિ જ્યમ બાળેજી, સાવર્ણ સ્પર્શે ત્યમ ન પ્રજાળેજી;
એમ હિત હરિનું સંસૃતિ ટાળેજી, પ્રીત પ્રપંચે ભદ્ર ન ભાળેજી. ૧
થડ ડાળાં અળગાં નહિ કોયજી, પણ સિંચન તે થડને હોયજી;
બ્રહ્મ સત્ય ને જગત અસત્યજી, એમ કહે કાંણા વણ મત્યજી. ૨
ઢાળ
મતિ હીન લોચન એક દેખે, બ્રહ્મ અવરનાં કોય;
તે તણે મત દૃષ્ટાંત કેરું, કથન ક્યમ કરી હોય ? ૩
તવ શિષ્ય કહે ગુરુ સાંભળો, પરમાર્થમાં હરિ એક;
વ્યવહારમાં સહુ સત્ય છે વર્ણવી વસ્તુ અનેક. ૪
જ્યાં લગી જેહને નિજ સ્વરૂપનું, નથી ઉપજ્યું જ્ઞાન;
ત્યહાં લગી તેહને ભેદ વસ્તુ તણુ રહે છે ભાન. ૫