પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્રકૃતિવિકાર મટી ગયે, વ્યવહાર ભેદ અસત્ય,
ભ્રાંતિજનિત વ્યવહાર છે, ગુરુ શિષ્ય ત્યહાં લગી સત્ય.
જ્યહાંલગી કાંઇએક રહે છે, અજ્ઞાન કેરો લેશ;
ત્યહાંલગી ગુરુજી કરે છે, ધ્રુવ શિષ્યને ઉપદેશ;
ગુરુ દયા પ્રીતમ બ્રહ્મ અખંડિત, સ્વરૂપ નિજ કરી જાણે;
તદપિ પૂર્વ અધ્યાસ દ્વૈતની, ભ્રાંતિ મનમાં આણે.

પદ ૩૭ મું

એમ સુણી આચારજ બોલ્યાજી, જુઠી જુગતી દેખી ડોલ્યાજી;
અતિ જ્ઞાનની શિષ્ય વખાણ્યોજી, ગુરુ અણું અજ્ઞાની પ્રમાણ્યોજી.
ગુરૂને ન ઠર્યું પૂર્ણ જ્ઞાનજી, ભેદ દૃષ્ટિમાં ઉભય સમાનજી;
એકજ બ્રહ્મ હું છું સહુ ઠામેજી, મુજવણ વસ્તુ અવર નહિ નાંમેજી.