પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અવર વસ્તુ જો છે નહિ લેશજી, ગુરુ કહે કહોને ઉપદેશજી;
ભેદ દૃષ્ટિ તુજ મત નહિ જ્ઞાંનજી, સુણ્યો ન ઉપદેષ્ટા અજ્ઞાનજી.

ઢાળ

અજ્ઞાનીને અધિકાર નહિ, જ્ઞાની ન ભેદ લગાર;
તો તાહરે મત ઉપદેશનો, સંભવે નહિ જ વિચાર.
એમ સુણી બોલ્યો શિષ્ય, વિનિત કરું સુણીયે સ્વામી;
એ વાત જૂઠી નથી, સાચી છે જ, કહું શિરનામી.
એક ચન્દ્ર, દૃષ્ટિદોષવાળો દેખે ઉભયાકાર;
દેખનારો પણ સત્ય ન કહે, સમજી નેત્ર વિકાર.