પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિત્ય પ્રત્યે એક વિલોકીયો તે, સત્ય માને મંન;
પરિણામ મિથ્યા મિથુન થાતાં નિર્મળાં લોચન.
સુણ શિષ્ય શશિ સાચો ન છળતો શું દૃષ્ટિ બે આવે?
જો જોનારો નથી સત્ય તો, બે ચન્દ્ર કોણ બતાવે?
શ્રોતા ન સાચો હોય તો કહે કોણ આગળ વાત?
સાકાર સાચા દયાપ્રીતમ, સત્ય ભવ સાક્ષાત્.

પદ ૩૯ મું

સત્ય ગુરુ સાચો ઉપદેશજી, સત્ય શિષ્યના હરે ક્લેશજી;
પુષ્પ ગગનનું જૂઠું કહીયેજી, શીંગ સસાનું તદ્‌વત લહિયેજી.
જૂઠો વંધ્યા સુત ત્યમ કહાવેજી, રૂપ કહ્યું કો દૃષ્ટ ન આવેજી;
તે સહું સાચું ભાસે સ્પષ્ટજી, જૂઠું હોય તે નાવે દૃષ્ટજી. ૨