પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

દૃષ્ટિએ જુઠું ના પડે, સુણી શિષ્ય બોલ્યો વાણી;
મહારાજ સમજ્યો હવાં હું, તેની જુગતી જૂઠી જાણી.
એહવી અનેક અભેદ જુગતી, સુણી વધ્યું મન અજ્ઞાન;
નિજ કૃપાથી કાંઈ થયું હવાં, મુજ સત્યાસત્યનું જ્ઞાન.
હું રહ્યો કાશી ત્યહાં થયો, સંન્યાસી કેરો સંગ;
તે માયાવાદી હતો તેથી, ચઢ્યો એવો રંગ.
મુને કહ્યું તૂં એક બ્રહ્મ નિત્યે પોતાનો કરી જોની;
નથી ભેદ તૂજ મુજ અણું ન્યૂનાધિકપણું સહુ ખોની.
છે સત્ય જ્ઞાન અભેદ સહુ, ભેદનું મિથ્યા જાણ;
નિજ રૂપમય સમજી સકળ તું, અભયતા ઉર આણ,
બહુ કાળ તેહવો બોધ સુણી, નવ રહ્યો સત્ય વિવેક;
તે માટ્ય કહ્યું ગુરુ દયાપ્રીતમ, બ્રહ્મ જીવ તો એક.

પદ ૪૦ મું

વળી તેણે એક જુગતી બતાવીજી, મુજને હવડાં સાંભળી આવીજી;
ત્રય સત્તા કહે છે સહુ ઠામજી, શ્રીગુરુ સુણીએ તેહ નામજી.
વ્યવહારિક તો પહેલી કહીયેજી, પ્રતિભાસ બીજીને લહિયેજી;
ત્રીજી પરમાર્થ ઈક બ્રહ્મજી, કહું વિસ્તારી તેહનો મર્મજી.