પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઢાળ

મર્મભેદ શ્રુતિ વ્યવહાર તેમાં, સત્ય સહુ સંસાર;
છે પ્રાતિભાસની સ્વપ્ન, જાગ્યા પછી રહે ન લગાર.
પરમાર્થ બ્રહ્મ સ્વરૂપ નિજ, તેહનું ન જ્યહાં લગી જ્ઞાન;
ત્યહાં લગી સાચું છે સકળ, ગુરુ શિષ્યનું અભિમાન.
એ વિધ્યે કહિ કહિ જુગતી બહુ, મોહિત કરે સંસાર;
તેહના મુખની વાતછળનો, કો ન પામે પાર.
સુણી એમ ગુરુ કહે ત્રણ સત્તા, ખંડી છે મેં પહેલી;
વિવર્તપ્રતિબિંબવાદમાં, વળી પૂછે છે મતિ ઘેહેલી.
નિજ મત નિજ ખંડન કરે, સમજે નહિ અણુ બાળ;
જ્યમ મૂર્ખ જે ડાળે ચઢે, છેદન કરે તે ડાળ.
પરમાર્થમાં વસ્તુ અવર નહિ, એ જ પાડ પ્રમાણ;
છે દયાપ્રીતમ બ્રહ્મ એક જ છે કહેનારું કોણ?